વિચાર જરા
વિચાર જરા


તુંં કોણ છે વિચાર જરા
પરીંદા નાના સોચ જરા
આંખને ખોલીને સદા
પાંખને ફફડાવી ત્વરા
આભને માથે ઉડવાને
પક્ષીરાજ તું ઊભો થા
લક્ષ ધરા તળ સાધી લે
ગરુડ ગતિએ ગર્જી ઉઠ
તુંં કોણ છે...
જલબીંદુ તું સોચ જરા
સાગરથી તું આભે ચડ્યું
આકાશે તું બંધાઈ જઈ
મેઘ બનીને વરસી ગયું
કાદવ નઈ તું કૃષ્ણ સમું
નિર્ઝર ઝાંઝર થઈ રહ્યું
સરિતા સાથે વહી ગયું
બિંદુ એ સાગર બની ગયું
તુંં કોણ છે...
માનવદેહ તું સોચ જરા
મનથી નહી તો કાયાથી
વધ્યો તું છે વિચાર જરા
વિચારીને તું વર્ધિત થા
વેડફવાને છે નઈ કાયા
આતમ ખીલવવા આ ધરા
નરમાંથી નારાયણ થવા
જીવણજી તુંં જીવી જા!
તુંં કોણ છે...