મજા આવી
મજા આવી
આમ તો સિગરેટ હું પીતો નથી,
પણ તારી સાથે પીવાની મજા આવી,
મુલાયમ તારી આંગળીઓને,
મારી આંગળીઓથી મચડવાની માજા આવી,
ઈશારામાં પુછીને મારેલી,
તારી થપ્પડ ખાવાની પણ મજા આવી,
ભાન ભુલી ગયેલા ધોધમાં,
તારી સાથે ભીંજાવાની મજા આવી,
'ને વળી રમત-રમતમાં,
કપાળે તારા કીસ કરવાની મજા આવી.

