મને ગમે છે
મને ગમે છે
તારા હોઠ પર મલકાતું મૌન
ને તારી જીભે લહેરાતુ તોફાન
મને ગમે છે
તારો લહેરાતો ગુલાબી પાલવ
ને ખભે પથરાયેલા ખુલ્લા વાળ
મને ગમે છે
નરમ રચીલા રૂપાળા તારા હાથ
ને એ હાથમાં શોભતી રૂપેરી ચૂડી
મને ગમે છે
તેજનેય અજવાળતો તારો ચહેરો
ને એ ચહેરા પર ચમકતું સ્મિત
મને ગમે છે
પગરખા પે´રવાની તારી પ્રભાવી રીત
ને તારી ઢીંચણે ફાટેલા જીન્સની પ્રીત
મને ગમે છે
વાતો કરતા તો બધા વર્ણો ખૂટી પડશે
ને અભી આ તો થઈ બધી તારી વાતો
મને તો તું ગમે છે