STORYMIRROR

Yashpal Bhalaiya

Inspirational

4  

Yashpal Bhalaiya

Inspirational

તુ ચાલ્યા કર...

તુ ચાલ્યા કર...

1 min
643

તારો મારગ તુ જાતે કંડારજે,

ભલે દેરીથી પણ દીલેરીથી,

બસ તું ચાલ્યા કર તું ચાલ્યા કર,


જાણું છું નથી સાહસ ક્ષુલ્લક,

રહી અડીખમ આગળ વધ,

કૂર્મ ગતિએ પણ કાર્ય કરે જા,


માર્ગે મળસે સસલાઓ કૈંક,

નીરખી ચાલ એની તું ના ભટક,

બસ હળવે-હળવે હાલ્યા કર,


કેવળ ગતિને કંઈ નથી મતિ,

છે તુજમાં નૈરન્તર્યની શક્તિ,

અરે ! કહુ છું ને ઉઠ મારા ભાઇ,


બસ ચાલવાનું ચાલુ કર એકવાર,

ચિલાઓ પડશે બધા આપોઆપ,

મારગ પણ ખુલશે સઘળા સાત,


તારો મારગ તુ જાતે કંડારજે,

ભલે દેરીથી પણ દીલેરીથી,

બસ તું ચાલ્યા કર તું ચાલ્યા કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational