નાની કળી
નાની કળી
1 min
44
એક નાની કળી વાળી ત્યાં વળી
નાનાથી એ કુમળી પત્તી બની,
તત્કાળે તપખીર રંગે સજી
સમયની સાથે એ જબરી ઢળી,
તેથી રંગે એના મરોડ લીધી
તપખીરીથી વળી લીલી બની,
એની દાંડી’ય જરાક પીળી બની
છે કુદરતની આ કળા ઘણી,
પછી હળવેથી એ ખરી પડી
ત્યાં એક ઓર કળીઝૂમી ઊઠી,
આ કરતબ મુજ નેત્રે કેદ થઈ
જીવન સઘળું એ શીખવી ગઈ,
તેથી નેને મનને પોકાર કરી
પ્રભુ સ્પર્શની છે આ તક ખરી !