માનવ જાત
માનવ જાત


પુરી દુનિયામાં ફેલાયેલા,
કોરોના વાયરસની જાત ને કાપવાની છે,
સાથે સાથે માનવ જાતે કરી,
કેટકેટલીયે ભૂલો તેને ભાપવાની છે.
અલગ અલગ રહીને, કોરાના વાયરસ,
સામે ભેગી આપવાની છે લડાઈ,
પુરી દુનિયામાં માનવ જાત વચ્ચે,
છે કેટલી એક્તા માપવાની છે.
પુરી દુનિયામાં માનવ જાતે હવે,
કરી લીધી છે વધુ પડતી દોડાદોડી,
બેફામ થઇને જીવતી માનવ જાતના,
પાપોની પ્રજ્જવલીત થઇ છે હોળી.
અલગ અલગ રહીને, ભેગી આપશું લડાઈ,
ખોડી પ્રાયશ્ર્ચીતની દુનિયા
સાબિત થયું છે દરેક સમયે,
કુદરત વિફરે તો માનવ જાતની કિંમત છે કોડી.