નારી તુ છે નારાયણી
નારી તુ છે નારાયણી


નારી તુ નારાયણી તારી જગતમાં વાત છે ન્યારી,
તુ લક્ષ્મીનો અવતાર મા,બેન બનીને લાગે પ્યારી,
મા બની દિકરા,દિકરી માટે,
સ્નેહનો સાગર છલકાવતી,
બહેન બની ભાઈલા માટે,
રક્ષાકેરી પ્રેમની પરબ લાવતી,
ત્રણે લોકમાં તુ જ પુજાણી તને નમે દુનિયા સારી,
નારી તું નારાયણી તારી જગતમાં વાત છે ન્યારી,
દિકરી બની માવતરનાં ઘરને,
પા પા પગલીથી મહેકાવતી,
પત્ની બની પોતાના પતિ માટે,
સુખ દુઃખમાં સાથ આપતી,
કનક કહે ગીતા અને સીતાનું બીજુ નામ છે નારી,
નારી તું નારાયણી તારી જગતમાં વાત છે ન્યારી.