સુગરી
સુગરી


ઇજનેરી બુદ્ધિ ચાતુર્યમાં સુઘરી ચડે છે ચાર ચાસણી,
લટકતા માળામાં બચ્ચાને રમવા બનાવી લપસણી,
ગૂંથી ડાંખળી બે મજલા માળે ગોઠવી ઉભી નીસરણી,
ચકાસી સદ્ધરતા માળો બનાવી મનપસંદ વર પરણી,
બિન નકશે ઘર ઘડી સૂકી સળી જલાભેદ્ય રળિયામણું,
તજવીજ કરી ગ્રીષ્મેં શીતળતા માટે બાકોરું સોહામણું,
સ્થળ પસંદગી ભાત આલેખન વાસ્તુશાસ્ત્રમા નિપુણ,
તાલીમ લીધી કયાં હશે સુઘરી બનવા તજજ્ઞ પ્રવીણ,
માળાનું અગ્ર મુખ આકાર મદારી મોરલી સમ સાંકડું,
શયનકક્ષ ગર્ભ ગૃહ મધ્યે જડ્યું પંહોચી શકે ના માંકડું,
બાવળ કે નાળિયેરી ડાળીએ સર્જ્યું અદભુત સ્થાપત્ય,
ડાળીએ ગૃહ ઝૂલતું સુઘરી જમાવ્યું જબરું આધિપત્ય,
ઇજનેરી બુદ્ધિ ચાતુર્યમાં સુઘરી ચડે છે ચાર ચાસણી,
માળા ને મનના માણિગરની કરતી પાક્કી ચકાસણી.