ગુસ્સો
ગુસ્સો


ઉગ્ર ભાવનાત્મક સ્થિતિ લાવતી છણકો ને ગુસ્સો,
ક્રોધથી વધે રક્ત દાબ, હૃદય ધબકારા ને જુસ્સો,
પ્રકોપથી બદલે અભિવ્યક્તિ ચહેરાના હાવભાવ,
ક્રોધાવેશ પ્રકટે જયારે મનમાં આવે છે કોઈ રાવ,
ખોફમાં ખેંચાય જાય ભ્રકુટી ને નયન બને પહોળા,
આવેશ આવ્યે બહેરી બને બુદ્ધિ ખેંચાય જાય ડોળા,
પિત્તો ગુમાવ્યે અવાજ થઈ જાય મોટો કરે દેકારો,
ખીજ એવી ચીજ કે બંધ કરી દે કરવાની દરકારો,
વિચાર્યા વગર કરે લાલ ચહેરે ખોટો રોષ છાકોટો,
વગર કારણે નાખશે ઉકળાટ ભર્યો મોટેથી હાકોટો,
તમોગુણ આતશ અનલ દાઝથી કચકચાવે દાંત,
ખાટી કરી દ્યે ઓકાત શાંત થવા જરૂરી છે એકાંત,
થાય વિપરીત કામ સંતોષાય ના જયારે અપેક્ષા,
ઉકળાટ રોષ ભભૂકી ઉઠે જો કોઈ કરે બહુ ઉપેક્ષા,
આતસ તામસી મિજાજ ગ્યે કોપે વિચારે ના જાજુ,
જોખમ હોય મોટું તો પણ જીત દેખાય એની બાજુ,
નકારાત્મક ને પૂર્વગ્રહયુક્ત બને ખફગીમાં વિચાર,
કાળ ચડ્યે રજોગુણીના બદલાય જાય છે આચાર,
ઉગ્ર ભાવનાત્મક સ્થિતિ લાવતી ગુસ્સો ને છણકો,
રીસ આવ્યે કુદશે એટલું ઊંચું કે ખસી જાય મણકો.