STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

ઉદય એનો અસ્ત

ઉદય એનો અસ્ત

1 min
334

જેનો ઉદય એનો અસ્ત પણ છે,

છતાંય આ જીંદગી મસ્ત પણ છે,


મુશ્કેલીનો સામનો નીડરતાથી કરો,

હિંમત હાર્યા તો જીવન ત્રસ્ત પણ છે,


એકધારો સમય કોઈનો જતો નથી,

ચાંદો-સુરજ ગ્રહણથી ગ્રસ્ત પણ છે,


જો નિરાશાની નૈયામાં સવારી કરશો,

તો તબિયત હંમેશા નાદુરસ્ત પણ છે,


કોરોનાને પણ અટકાવી શકો છો હજુ,

કુદરતના નિયમ નહીં તો ચુસ્ત પણ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational