STORYMIRROR

BINAL PATEL

Inspirational

3.3  

BINAL PATEL

Inspirational

અંતરમેળાપ

અંતરમેળાપ

1 min
407


સમયે ફાળવી આપ્યો સમય સુખનો,

ખુદની સંગ વાતચીત ને મનોમંથનનો,


અંતરમન સાથેના મેળાપનો, માનસિક શાંતિનો,

મનગમતી પ્રવૃત્તિનો, મનગમતા સપનાનો,


‘સમય નથી’, એ સવાલનો જ અંત,

સમય જ સમય છે, આંખબંધ કરી મગ્ન થવાનો,


બસ ચાર દીવાલોને સુરક્ષા કવચ બનાવવાનો,

સાવચેતીને જ સમજદારી માનવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational