ગુરુ મળે જો
ગુરુ મળે જો
ગુરુ મળે જો કૃષ્ણ જેવો,
તો અમથી અમથી આપું પરીક્ષા,
વા વંટોળ ભલેને આવતો રસ્તે,
સંગ મળે કૃષ્ણ જેવો,
તો અમથી અમથી આપું પરીક્ષા,
ગજા બહારની વાતો છે બધી,
સારથિ મળે જો કૃષ્ણ જેવો,
તો અમથી અમથી આપું પરીક્ષા,
છું પ્રેમમાં બહુ કાચો પણ,
પ્રેમી મળે જો કૃષ્ણ જેવો,
તો અમથી અમથી આપું પરીક્ષા.
