ક્રૃષ્ણ કહે
ક્રૃષ્ણ કહે
1 min
182
ડેલીએ ટકોર કરી ગયો,
કો’ક ઝાંઝરનો ઝંકાર,
નીંદ રાતની ચોરી ગયો,
કો’ક ઝાંઝરનો ઝંકાર.
'
ચાંદને નિમંત્રી ગયો,
કો’ક ઝાંઝરનો ઝંકાર,
રાસ મજાનો રચાવી ગયો,
કો’ક ઝાંઝરનો ઝંકાર.
ત્રિલોકને ગજાવી ગયો,
કો’ક ઝાંઝરનો ઝંકાર,
પ્રિતને અમર કરી ગયો,
કો’ક ઝાંઝરનો ઝંકાર.