એકડો બગડો
એકડો બગડો
1 min
194
એકડો બગડો, કલમ ખડીયો,
હેરાન કરે બાળપણમાં,
ગૃહકાર્ય- વર્ગકાર્ય, શિક્ષકો- શાળા,
હેરાન કરે છે બાળપણમાં,
ગુલાંટ મારીએ શાળામાંથી તો,
આચાર્યની ધમકી,
હેરાન કરે બાળપણમાં,
ફૂલ જેવી કાયાને દફતરનો ભાર,
હેરાન કરે છે બાળપણમાં,
સતત ભણવું પડે, અઠવાડીક-
પખવાડીક પરીક્ષાઓ,
હેરાન કરે છે બાળપણમાં,
ઉડવું હોય પતંગિયાંની જેમ,
પણ નાના મોટાં બંધનો,
હેરાન કરે છે બાળપણમાં.