નવાઇ પમાડે છે આંસુ
નવાઇ પમાડે છે આંસુ


જગતના ચાકડે, હરીફરીને
મેલાં થયેલાં મનની ધોલાઇ કરે છે આંસુ,
મિત્રો-સ્નેહીજનોથી તૂટેલા ફૂટેલા,
હતાશ થયેલાં હ્રદયની સિલાઇ કરે છે આંસુ,
છે મહત્તા અડીખમ આ ધર્મ સ્થાનોની
પરંતુ ખુદ સાથે સગાઇ કરાવે છે આંસુ,
જરુરી છે પ્રદુષિત આ દુનિયામાં આંખો માટે
પણ મળે જો પોતાનાઓથી તો
નવાઇ પમાડે છે આંસુ!