હે ઇશ
હે ઇશ
હે ઇશ,
થોડી સિલક ઉધાર આપ શ્વાસોની,
માફી માગવી છે મારે,
થોડા પરીચિતો થોડા અપરીચિતોની,
છો ને કર્મના બંધને બંધાયેલો રહ્યો,
ભૂલો કરી છે ઘણી, સુધારવી છે થોડી,
થોડી સિલક ઉધાર આપ શ્વાસોની,
મિત્રો અને દુશ્મનો સાથે રહ્યો છે,
અલગ વ્યવહાર કાયમ મારો,
આપવું છે જલ્દી થોડું સ્મિત,
થોડી સિલક ઉધાર આપ શ્વાસોની,
સાવ અજાણ્યા લાગતા ચહેરાઓના,
છે ઘણા ઉપકાર, ઋણ એક એકનું ચુકવવા,
ભેટવું છે થોડું દિલથી,
થોડી સિલક ઉધાર આપ શ્વાસોની.