STORYMIRROR

HARSHA MAHESHVARI

Drama

2  

HARSHA MAHESHVARI

Drama

ઓ પરવરદિગાર

ઓ પરવરદિગાર

1 min
453

ઓ પરવરદિગાર

ન આંકું ઓછું મૂલ્ય કદી તારું આ જન્મારે,

પણ છે તાકાત એક એક દિકરી પાસે

સતયુગ રચવાની,

જેહના તપની અગ્નિથી,

ભડ ભડ બળી જાય,


ઇશ તારી પણ તૃષ્ણા,

હોય જો ચારિત્રય ગરિમાવંત,

તો છે તાકાત એક એક દિકરી પાસે

સતયુગ રચવાની,

જેના જરીક ઝાંઝરના ઝણકારથી,

મરદ મુછાળાઓ સાવધ થઇ જાય,


હોય જો પગરવ ચેતનવંતા,

તો છે તાકાત એક એક દિકરી પાસે,

સતયુગ રચવાની,

જેહના વસ્ત્રોની ઝલકથી,

અસ્તિત્વ પણ સલામી ભરે,

હોય જો પોશાક મર્યાદાવંત,

તો છે તાકાત એક એક દિકરી પાસે,

સતયુગ રચવાની !


Rate this content
Log in

Similar gujarati poem from Drama