ઇશ
ઇશ


નથી જોઇતી સંપદા, તારા ઐશ્વર્યની,
જરાક આવીને મધુર સ્મિત આપ,
આધિ વ્યાધિ ઉપાધિ દૂનિયાં તણી,
પચાવી જઇશું જીવનપથ પર,
જરાક આવીને મધુર સ્મિત આપ,
નાના-મોટાં તોફાનો સમય તણા,
નચાવી જઇશું જીવનપથ પર,
જરાક આવીને મધુર સ્મિત આપ,
માટીમાં મળેલ નશ્વર દેહને,
ઉઠાવી જઇશું જીવનપથ પર,
જરાક આવીને મધુર સ્મિત આપ.