STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

સચ્ચાઈ

સચ્ચાઈ

1 min
424

સુખી લગ્ન જીવન માટે યોગ્ય પસંદગીના પાત્રનો છે આધારે,

જીવન સાથીની પસંદગીમાં ઘણી બાબતો પર છે દારોમદાર,


દેખાવ છે મહત્વનો, તો લાગણીશીલ હોવું પણ છે ખુબ જરૂરી,

રૂપાળા હોય પણ હૂંફાળા ના હોય તો એ રૂપ છે બેકાર,


જિંદગી અને સબંધોની સમજ વગર, થયે રાખે ટકરાવ,

વગર કહે બધુ સમજી જાય, જીવન સાથી હોવો જોઇએ એટલો તૈયાર,


કુટુંબ પ્રત્યેનો પ્રેમ રાખે છે જિંદગીને જીવંત,

સંયુક્ત કુટુંબની ભાવનાના, હોવા જોઇએ સંસ્કાર,


મારી સહુથી મહત્વપૂર્ણ પસંદગી નીવડી સર્વગુણસંપન્ન,

આખરે તો આપણે બે જ, એ સચ્ચાઇ થઇ છે સાકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational