દીધી છે
દીધી છે

1 min

56
આંગળીને ટેરવે, ઉઠાવી લીધી છે,
ગોવરધને પણ, આજ આંગળી નમાવી દીધી છે,
દુનિયાને, આમજ ઓરડાની વચ્ચે હવે લાવી દીધી છે !
જીવવાની રીત, બદલાવી દીધી છે,
મળવાની પ્રથા, બંધ કરાવી દીધી છે,
સામાજિકતાની, વ્યાખ્યા હવે બદલાવી દીધી છે !
હતાશાને, મનમાં ઘર કરાવી દીધી છે,
<
Advertisement
p>એકલતા ને સાથી, બનાવી દીધી છે,
મનની પરિસ્થિતિને, ડામાડોળ કરીવી દીધી છે !
લાગણી ને “ચાહત”, ભુલાવી દીધી છે,
નફરત અને ઈર્ષાને, ઋદય માં સ્થાપી દીધી છે,
“વસુધેય કુટુંબકમ”ની ભાવના, યાદ કરાવી દીધી છે !
જિંદગી, તેં ખરેખર,
માણસને, એની જગ્યા બતાવી દીધી છે !