STORYMIRROR

Kaushal Sheth

Tragedy

4  

Kaushal Sheth

Tragedy

પૂછો નહિ

પૂછો નહિ

1 min
39

મન વિશે પૂછો નહિ, જીવન વિશે પૂછો નહિ, 

છે ખિઝાં ચારેતરફ, ચમન વિશે પૂછો નહિ,


સમંદર છે જિંદગી, ઉપર તરે છે સૌ અહિં,

ડૂબ્યાં નથી જે એમને, ગહન વિશે પૂછો નહિ,


પંછી નથી જોજો જરા, એ માનવીની જાત છે,

ધરા વિશે પૂછો એને, ગગન વિશે પૂછો નહિ,


સત્યને જોવા સમજવાની મતિ જેને નથી,

ધૃતરાષ્ટ્રને આ આજના, નયન વિશે પૂછો નહિ,


શબ્દ નીકળે છે બધા કડવા જ હવે "સ્તબ્ધ"થી,

કવન છે તૈયાર પણ, પઠન વિશે પૂછો નહિ,


શું કબર ને શું સમાધિ, મોત ના બે નામ છે,

છૂટી ગયા જે એમના, કફન વિશે પૂછો નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy