રહી ગયું
રહી ગયું
જિંદગી હાંસિયામાં જ જીવાઈ ગઈ
પાનું તો સાવ કોરું રહી ગયું.
મેઘ-ધનુષ્યમાં રંગો ભરતા ભરતા
આકાશ સાવ કોરું ધાકોર રહી ગયું.
જીવનમાં ખામીઓ શોધવામાં ને શોધવામાં
ખાસિયતો જોવાનું સાવ રહી ગયું.
એકઠા થઈને રહેવાની પળોજણમાં
એક થઈને રહેવાનું સાવ રહી ગયું.
જખ્મોના જીંડવા ફોલ્યા કર્યા જીવનમાં
હૈયાની ઠેસ વિશે વિચારવાનું સાવ રહી ગયું.
