STORYMIRROR

Sikandar Rauma

Tragedy

4  

Sikandar Rauma

Tragedy

ત્યારે લાગી આવે

ત્યારે લાગી આવે

1 min
29

મહેફીલમાં બધાંને ઊભેલાં જોઈ,

ખુદને વ્હીલચેરમાં બેઠેલો જોઉં...... ત્યારે લાગી આવે.


પ્રિય છોડની આસપાસ નીંદણ ન કાઢી શકું,

કોહ્વાયેલા પર્ણને જોઈ બેસી રહું...... ત્યારે લાગી આવે.


દરિયા કિનારાની રેતમાં કાંખધોડી ફસાઈ જાય,

ખારા પાણીમાં ખુદને હળવો ન કરી શકું...... ત્યારે લાગી આવે.  


જીવનની ખરબચડી વાટે ચાલતાં ઠોકર વાગે,

ડુંગરિયાળ કુદરતી સૌંદર્ય દર્શનથી વંચિત રહું....... ત્યારે લાગી આવે.


ફર્શ પર બેઠેલું બાળ તેડી લેવાં હાથ લાંબા કરતું 

એ ભોળા બાળને ઊભો થઈ ઉંચકી ન શકું..... ત્યારે લાગી આવે. 


ચાલવા શિખતું બાળ ઊભું થવા મથતું ને પડી જતું  

આંગળી પકડીને તેને ચલાવી ન શકું....... ત્યારે લાગી આવે.


દોડતું બાળ પડી જાય ને લોહી વહી નીકળે

છતાં હું ઊભું કરવામાં અસહાય અનુભવું....... ત્યારે લાગી આવે.


ખુલા આકાશ તળે અર્ધાંગિનીના હાથમાં હાથને બદલે

તે મારી વ્હીલચેર ધકેલતી હોય....... ત્યારે લાગી આવે.


તારે તો બધું જ છે ખોટી ફરિયાદ ન કર,

એ શબ્દોનો ભાર ન ઉંચકી શકાય ..... ત્યારે લાગી આવે. 


જ્યારે લોકોને કહેતાં સાંભળું કુદરતે થોડાં માટે શું ખોટ રાખી,

ખુદને આયનામાં જોઈ ફિક્કું હસી જવાય....... ત્યારે લાગી આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy