STORYMIRROR

Sikandar Rauma

Inspirational Others

3  

Sikandar Rauma

Inspirational Others

સાલ મુબારક

સાલ મુબારક

1 min
79

જાતમાં જ્યોત જલાવું ને ભીતરમાં ઉજાસ થઈ જાય,

માહ્યલે દિપ પ્રગટાવું ને ખુદમાં પ્રકાશ થઈ જાય.


સ્વમાં રંગો ભરું ને અંતરમાં રંગોળી થઈ જાય.

ખુદમાં રામ શોધું ને મન- અયોધ્યામાં દિવાળી થઈ જાય.


સ્વયંને પિછાણું ને જાત સુધારક થઈ જાય,

ખુદને ખુદમાં મળું ને મારું સાલ મુબારક થઈ જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational