STORYMIRROR

Sikandar Rauma

Fantasy Others

4  

Sikandar Rauma

Fantasy Others

તો ઠીક

તો ઠીક

1 min
385

શમણાંઓ સઘળા જાગી ગયા છે,

ઉંઘ અસરદાર આવે તો ઠીક.


ઈચ્છાનું કત્લ સરિયામ થઈ રહ્યું છે,

સ્વબચાવમાં કટાર મળે તો ઠીક.


કલમ રોગી ને કાગળ બીમાર થયો છે,

શબ્દ કોઈ સારવાર કરે તો ઠીક.


શમાઓ જલાવી ને ખુદ શમી ગયો છું,

 આફતાબની સવાર થાય તો ઠીક.


ઘણાંને હું કણાં માફક ખૂંચી ગયો છું, 

મનેય કશુંક ધારદાર મળે તો ઠીક.


હવે આંગળીના ટેરવાં પણ થાક્યા છે,

કરે કોઈ સંવાદ વિચારથી તો ઠીક.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy