ભીનો પાલવ
ભીનો પાલવ
તારા વિના ક્યાં હવે જીવાય છે,
મન ને હૈયું તારી તરફ જાય છે,
તું કહેતો છોડીને ચાલ્યો જઈશ,
એ વાત આજે મને સમજાય છે,
તમે કરેલા આ વિશ્વાસઘાતથી,
મારું હૈયું તો હરરોજ પીંખાય છે,
મારી આ રડતી આંખોની વેદના,
તારા સિવાય બધાંને વંચાય છે,
છતાંય આજે ચાહું છું તને તેથી,
પ્રેમની સુંગધ પ્રેમીઓમાં ફેલાય છે,
"સરવાણી" જીવે તારી યાદમાં તેથી,
તેનો પાલવ રોજ આંસુથી ભીંજાય છે.

