STORYMIRROR

KOMAL GADHIYA

Romance Inspirational

4  

KOMAL GADHIYA

Romance Inspirational

કદર

કદર

1 min
349

સાચા પ્રેમની સમયસર કદર થવી જોઈએ,

તમે 'હા' 'ના' કહો એની ચોક્કસ અસર થવી જોઈએ,


વિશ્વાસની મજબૂત દીવાલ ચણાવી જોઈએ,

કોઈ પણ સંબંધની શરૂઆત સચ્ચાઈની કેડી પર કરવી જોઈએ,


પાત્રની પસંદગી કર્યા પછી શંકા કદી ના કરવી જોઈએ,

એ તમારા જ છે એની તમને ખાતરી હોવી જોઈએ,


વીતી ગયેલ વાતની વાછટ ના ઊડવી જોઈએ,

હેતના ફોરાંમાં સાથે પલળવાની તૈયારી હોવી જોઈએ,


કિનારે આવી અટકેલા શબ્દોને પકડવાની કોશિશ થવી જોઈએ,

નજીક આવ્યા પછી આંખોમાં ડૂબવાની તૈયારી હોવી જોઈએ,


એકબીજાના આલિંગનમાં પ્રેમાળ હૂંફ વર્તાવી જોઈએ,

એ સુખની અનુભૂતિ બંધ આંખે માણવી જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from KOMAL GADHIYA

કદર

કદર

1 min વાંચો

Similar gujarati poem from Romance