લાગણીની ભીનાશ
લાગણીની ભીનાશ
તને તો ખૂબ ગમે છે,
વરસતા વરસાદમાં મુક્ત આકાશ નીચે.
પેલા વરસાદી ફોરાની જમાવટ સાથે,
એક કડક મીઠ્ઠી ચાયની ચુસ્કીનો સંગાથ.
યાદ છે મને હજીયે તારી સાથેની,
અચાનક મળી ગયેલી એ સાંજ.
કયાં રહયું હતું તને કે મને એ,
વીતી રહેલા ખૂબ ઝડપથી સમયનું પણ ભાન.
નહી મળેલા હતા કયારેય જે,
ને ગૂંથાઇ રહયા હતા આપસમાં એ,
હું તો હજીય એ સમયમાં જ રહી ગઇ,
ને તારી સાથેની એ લાગણીની ક્ષણો ભીનાશ બનીને
અંતરમાં જ કોતરાઇ ગઇ.

