હું અને તું
હું અને તું
હું અને તું...
રહી ગયા સાવ કોરાકટ....
પૂરા ભીંજાઈ ગયેલ જે લાગણીઓથી...
ને તોય રહી ગયા સાવ કોરાકટ...!
આવેલ હતું જાણે એક અરસા પછી સંવેદનાઓનું ઘોડાપૂર...!
ઉમટતો હતો એક અજીબ અહેસાસ તારા સ્પંદનોનો ત્યારે,
જોને...તને નહી મળીને પણ, કયારેય..!
રાખવી હતીને મને હજીયે..
ભીંજાયેલ.. મારા એ જ....
તારી સાથેના દરેક ક્ષણોના સહેવાસમાં,
બસ તારી સાથેના અહેસાસમાં...!

