કેમ છે તું
કેમ છે તું
કંઈ કેટલાય 'સંવાદો'ની આપ લે થઈ જાય છે...!
કંઈ કેટલાય 'સવાલો'ના જવાબ મળી જાય છે..!
અને કયાંક તો તારી છૂપાયેલી 'વેદના' પણ
'છલકાઈ' જાય છે..!
'અનુભવાય' છે આ બધી યે 'વાત',
જયારે 'મારી' આંખો, 'તારી' આંખોને,
હળવેથી પૂછે છે...
"કેમ છે તું...!"

