અતૂટ બંધન
અતૂટ બંધન
સૂતરના તાંતણે બંધાયો અનોખા સ્નેહનો સંબંધ
કાચા દોરામાં સમાયો રક્ષાનો કેવો અતૂટ બંધન,
સ્નેહનો કેવો અણમોલ નિર્મળ બંધાયો સંબંધ
શબ્દોમાં વર્ણવી ન શકાય એવો અતૂટ બંધન,
કશું જ કીધા વગર સમજી જાય એવો સંબંધ
સુખ દુઃખમાં સાથ આપે એવો અતૂટ બંધન,
નાજુક તંતુથી બેડી જેવો બંધાયો કેવો સંબંધ
હૃદયથી હૃદયના તારનો જોડાયો અતૂટ બંધન,
'વાલમે' બાંધ્યો હશે સમય લઈને આ સંબંધ
સૂતરના તાંતણાનો 'વાલમ' કેવો અતૂટ બંધન.

