અનરાધાર
અનરાધાર
મન મારું આજ તરસી ગયું,
કોઈ એક વાદળ અચાનક વરસી ગયું.
કોઈ પ્રેમનો અનરાધાર વરસાદ વરસાવી ગયું,
સાવનમાં લાગણીની હૂંફ માટે તરસાવી ગયું.
સૂરજના સોનેરી કિરણો ધરતીને સ્પર્શી,
સ્નેહના તાંતણે કોઈ બંધાવી ગયું.
કોઈ શમણાં જિંદગીના સજાવી ગયું,
પ્રેમનો અનરાધાર વરસાદ કોઈ વરસાવી ગયું.
એક વાદળ અચાનક આવી વરસી ગયું
લાગણી માટે જીવન પર કોઈ તરસાવી ગયું.

