STORYMIRROR

Manjula Bokade

Romance

4  

Manjula Bokade

Romance

પ્રિયતમના હાલ

પ્રિયતમના હાલ

1 min
335

ફૂલ છે ગુલાબનું અને સુગંધ છે મધમધતી,

એમાં પણ રંગ છે લાલ, પ્રિયતમ પુછે પ્રિયે કેવા છે હાલ ?


તારા વિના હે પ્રિયતમ મારા છે બેહાલ,

તને પામવાં તલપાપડ થઇ રહી છું હાલ.


તારા વાવડ પૂછવા વાયરાને રોકી પુંછું છું,

તું વાયુવેગે ઊડીને આવીજાને મારી પાસ.


તારા વિના જિંદગી મને દોઝખ લાગે છે,

તારો જો મળે સાથ તો જિંદગી જીવવા જેવી લાગે છે.


તારા રોઝ ડે પર આપેલા રોઝને રોજ જોયા કરું છું,

તારા એ પુષ્પની મહેક થી મહેકયા કરું છું.


તું આમ મઝઘારમા મને છોડીને ક્યાં ચાલ્યો ગયો,

પ્રિયતમ પ્રીતના બાગને મહેંકાવી ક્યાં સંતાઈ ગયો.


તું આવીને જલ્દી થામ મારો હાથ,

મને તારી સાથે જિંદગી વિતાવવા આપ સાથ.



Rate this content
Log in

Similar gujarati poem from Romance