આષાઢી આમંત્રણ
આષાઢી આમંત્રણ
આમંત્રણ વાદળોને વરસવાનું આપ્યું રે લોલ,
કંકુ ચોખાથી આષાઢી વરસાદને વધાવીએ રે લોલ,
ખેડૂતે વાવ્યા છે મમતા તણાં બીજ ખેતરમાં રે લોલ,
તરસ્યો છે ધરતીમાતાનો ખોળો રે લોલ,
થનગનાટ છે મોરલાના મનમાં અથાગ રે લોલ,
ચાતક નજરે માંડી છે અણીયાળી આંખલડી રે લોલ,
પ્રેમી પંખીડાના મનમાં ઓરતાં મિલનના જાગયા રે લોલ,
પળપળ હવે ઝુરે છે પિયુ માટે કાળજું રે લોલ,
ઢોલ નગારા સાથે આષાઢી ઋતુ પધારી રે લોલ,
ટાઢક ચારેકોર વર્તાવી વરસયોછે મેહુલીયો રે લોલ.

