કામણગારો કાન્હો
કામણગારો કાન્હો
1 min
134
નટખટ નંદનો લાલો યશોદા મૈયાનો દુલારો,
કાનુડા તારા મંદમંદ હાસ્યએ કામણ કર્યા,
ગોપીઓનાં મનનો થનગનતો મોરલિયો,
શ્યામ તારા સ્મિતએ મોહક કામણ કર્યા,
કનૈયા તારી બંસીના સૂરોની ગાયો દિવાની,
મોહન તારી મોરલીએ મીઠાં કામણ કર્યા,
સુદામા સંગે ભાવુકતાસભર નીતરતી મિત્રતા,
કાન્હા તારી કરુણાએ કામણ કર્યા,
ગોવર્ધનને ધારણ કરી ગોકુળનું રક્ષણ કરનારો,
બંસીધર તારી ધીરજએ સ્નેહના કામણ કર્યા,
પાંડવોના સારથી બની સત્યનાં હિમાયતી બન્યા,
દ્વારકાધીશ તારી કૃપાએ કામણ કર્યા.
