STORYMIRROR

Nayan Kamdar

Others

4  

Nayan Kamdar

Others

કદર કરી લે

કદર કરી લે

1 min
356

મનનાં સિકંદરને તું સાવધાન કરી દે,

જિંદગીની બારખડીમાં સંતોષ વણી લે,


મળી છે ખુશી એની દિલથી કદર કરી લે,

બધું મેળવવાની ઘેલછા છોડી દે,


અલમસ્ત બની મોજ તું કરી લે,

જીવન હરીને શરણે સમર્પિત કરી દે,


ફૂલોની ફોરમમાં જીવન ગરકાવ કરી દે,

આનંદના દરિયામાં ડૂબકી લગાવી લે,


કાલની ચિંતા છોડી આજને વધાવી લે,

પળેપળ જોમને શ્વાસમાં ભરી દે,


ક્ષમા યાચનાનાં મણકા પરોવી દે,

શાંતિના પથ પર પગરવ તું માંડી દે,


થનગનતી‌ નદીની ચંચળતા પામી લે,

કિનારો બની મોજાંને ગળે મળી લે.


Rate this content
Log in