તે મને ગમે
તે મને ગમે
હું નારાજ થાવ તે તને ન ગમે, તે મને ગમે,
હું ન હસુ તો તું પણ રડે, તે મને ગમે.
હું ન બોલું તો પણ તું બોલાવે, તે મને ગમે,
હું રિસાવ અને તું મનાવે, તે મને ગમે.
હું ગુસ્સે થાવ અને તું માફી માંગે, તે મને ગમે,
હું ગંભીર હોવ અને તું મને ચીડવે, તે મને ગમે.
મને ન ગમે તે તને પણ ન ગમે, તે મને ગમે.
હું વરસુ ને પલળે તું,તે મને ગમે.
હું ભૂલું તો પણ તું યાદ કરે, તે મને ગમે,
હું સુવ તો પણ તું જગાડે, તે મને ગમે.
હું ન બોલું તો પણ તું સાંભળે, તે મને ગમે,
મારા અસ્વીકાર ને પણ તું સ્વીકારે, તે મને ગમે.
હું પડું અને તું સંભાળે, તે મને ગમે.
તને હું અને હું જ ગમુ તે મને ગમે !

