સેલ્ફી
સેલ્ફી
હું સુંદર નથી તો પણ સુંદર છું,
હું નથી જતી કોઈ બ્યુટીપાર્લરમાં તો પણ બ્યુટીફુલ છું,
અનેક તસ્વીરોમાંથી ચૂંટાયેલી હું એક અણમોલ તસ્વીર છું,
હું એક મધુર સ્મૃતિ છું,
હું કોઈ ભ્રમ નથી પણ હકીકત છું,
પર્વતની ટોચ, નદી કિનારો, દરિયાનાં મોજા, દરિયાનાંડી, સહેલીઓની ફોજ,
એકલતાની મોજ,
મારા છે સાથી,
હું મારામાં જ ક્યારેક એટલી ડૂબી જાઉં છું કે દુનિયામાંથી જ ખોવાય જાવ છું,
હું મને જ મારામાં શોધતી એક 'સેલ્ફી ' છું.
