ઝૂલતી જિંદગી
ઝૂલતી જિંદગી
ના એનો વાંક, ના તેનો,
તો પછી વાંક છે કોનો ?
છો ને ઘટી મોટી દુર્ઘટના,
ભલે ને મર્યા માણસો,
કોઈથી કોઈ વિખૂટું પડ્યું,
પણ તેમાં મારે શું ?
નથી કંઈ તેમાં કોઈ મારા સ્વજનો,
અને કદાચ હોત તો પણ શું !
હું તો આંખે દેખતી અંધ,
જોઉં ચોપાસ,
પણ મારી આંખને મોતિયો,
ન જુએ તે કોઈ ભ્રષ્ટાચાર,
ન જુએ તે કોઈ કાયદો,
તે તો જુએ માત્ર ફાયદો,
ખોટાં ને તો હું પંપાળું,
પાપીઓને તો હું પોશું,
બોલવા સમયે હું મૌન રહું,
મારી જીભને લકવો,
હવે રમાશે ખો - ખો કબડ્ડી,
રચશે ' સમિતિ'ની ટીમ,
પણ મારે શું ?
હું તો જોઈશ 20-20,
ના એનો વાંક છે, ના તેનો,
વાંક તો છે કેવળ મારો,
ન નિભાવ્યો મે નાગરિક ધર્મ,
કર્યું દર વખતે ' મારે શું ?'
આવશે કદી મારી પર આપદા, ત્યારે પણ સૌ કરશે,
કબૂતરોનું ઘૂ ઘૂ....
ચકલા ઉંદરનું ચૂ ચૂ..
