STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

4  

Ramesh Patel (Aakashdeep)

Romance

આ મહેક્યા વસંતના વ્હાલ

આ મહેક્યા વસંતના વ્હાલ

1 min
275

આ મહેક્યા વસંતના વ્હાલ,

આ મ્હેંક્યા વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ,


આ, મ્હેંદી મૂકી હાથ કે સહિયર શું કરીએ

ઝરણાં નીકળ્યાં તોડી પહાડ ..ને વાગી વાંસલડી રે વાટ

આ ફૂલે મઢ્યા ગાલ,કે ..સહિયર શું કરીએ,


આ આભે ખીલ્યો મારો ચાંદ, 

ફાગે, ફાગણ છેડે મીઠી યાદ

આ કોટે વળગ્યાં કોઈનાં વહાલ….કે સહિયર શું કરીએ,


આ ઉછળ્યા યૌવનના ઉભરાટ,

બોલી કોયલ જઈને ઊંચે ડાળ

રંગે ખૂલ્યાં પ્રેમનાં દ્વાર..કે સહિયર શું કરીએ,

દે જે સંદેશા જઈ દેશાવર સહિયર.. આવ સંગે રમીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance