૨૨.તને કેમ કહું ?
૨૨.તને કેમ કહું ?
તારા લસલિટા મુલાયમ હાથોમાં,
કંગન પહેરાવવાની ઈચ્છા, તને કેમ કહું ?
ખાલી પડેલી સીટ પર "ઇમોશનલ બેગેજ"
એકલતા વધારે, તને કેમ કહું ?
તારું સ્ટેશન આવ્યું ને તું ઉતરી ગઈ,
ખાલીપો છોડી મારા માટે, તને કેમ કહું ?
ફરી નવા સ્ટેશને નવી મુસાફર આવશે,
ને ખાલી સીટ ભરાશે, તને કેમ કહું ?
કોણે કહ્યું પચીસીમાં થાય ? પચપનમાં થાય,
તો પચીસી આવે, તને કેમ કહું ?

