કદર
કદર
મનનાં માણીગર ! કદર મારી ના જાણી ?
હૈયું તુજને દીધું તોય પ્રીત ના પીછાણી ?
તુજ મિલન કેરા સ્વપ્નથી અજાણી,
મનડાં કેરાં ઉમંગની વાતો ન સમજાણી,
હેત, પ્રીત, આશા વિશ્વાસની વાણી,
ના બોલી શકી, ના સમજી હું શાણી,
નાદાન, નાસમજ, અબૂધ અભાગણી !
હૈયામાં તુજ પ્રીતને સિંચતી રહી પાણી !
સ્વપ્ન, તારા દિલમાં બની રહું રાણી,
કદર મારી સમજ, બનાવ મને પટરાણી.

