સિંદૂર
સિંદૂર
તારી આંખો મારી આંખો સાથે મળવા દે,
આંખોથી જો વાત થતી હોય તો કરવા દે,
થઈ જાય આપણે વિશ્વાસ અને પ્રેમ તો,
તારા હૈયાને મારા હૈયા મહીં ધડકવા દે,
પ્રેમમાં મોર બની તું થનગનાટ ભલે કરે,
ક્યારેક તો ચકલી બની જાતને ચહેકવા દે,
નફરત કરતા લોકો તો હેરાન કરશે જ,
છો ને ભોંકાતા તું એ લોકોને ભોંકવા દે,
"સરવાણી" એક તો આપણે થઈશું,
તારા કપાળે મને પ્રેમનું સિંદૂર તો ભળવા દે.

