મારું સપનું
મારું સપનું
મારું એક સપનું છે,
કાશ્મીરની સહેલ કરવી છે,
પ્રકૃતિના અદભુત સૌંદર્યને માણવું છે,
મને પ્રકૃતિનાં પ્રણેતા વિશે જાણવું છે,
બરફની ઓઢીને સૂતી પ્રકૃતિ સાથે વાર્તાલાપ કરવો છે,
દેવદારનાં વૃક્ષો સાથે દોસ્તી કરવી છે,
લીલાછમ ઘાસ મેદાનનો અવિસ્મરણીય સ્પર્શ મારે કરવો છે,
ગુલમર્ગનાં મનોહર દૃશ્યોને આંખમાં કંડારવા છે,
કુપવાડા, લેહ લડાખથી કુદરત ધોધની મજા માણવી છે,
પ્રકૃતિની સુંદર કારીગરી એવી ટેકરીઓ પર જઈ અદભૂત વાતાવરણને શબ્દોનાં વાઘા પહેરાવવા છે,
જેલમ નદીના પાણીનો સ્પર્શ કરવો છે,
આ મન ભરીને પ્રકૃતિનું રસપાન કરવું છે,
હરીભરી વાદીમાં પ્રકૃતિનાં ગીત ગાવા છે,
સમી સાંજે દાલ લેકમાં નૌકાવિહાર કરવું છે,
બેતાબ વેલી, પહેલગામ વેલીને મન ભરીને માણવી છે,
બસ મારું એક સપનું છે,
જીવનમાં એકવાર કાશ્મીર જોવું છે.
