હું રહું ન રહું
હું રહું ન રહું
હું રહું ન રહું યાદ તો રહીશ,
હું રહું ન રહું દિલમાં તો રહીશ,
વહાલમાં હું વરસતી રહીશ
કાળજીમાં હું ખીલતી રહીશ,
ગુસ્સામાં ઝળકતી રહીશ
તારા મુખ પર સ્મિત બની વહેતી રહીશ,
તારી તડપમાં હું તડપતી રહીશ
તારા પ્રેમમાં મહેકતી રહીશ,
તારા મૌનમાં શબ્દો બની ગુંજતી રહીશ,
તારી વાણીમાં મીઠાશ બની બોલતી રહીશ,
તારા વિચારોમાં સતત દોડતી રહીશ
તારી આસપાસ વ્હાલ બની પ્રસરતી રહીશ,
આ દુનિયાને અલવિદા કરીને પણ તારા હૈયે ધબકતી રહીશ.

