STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

મારામાંથી હું બાકાત થઈ ગઈ

મારામાંથી હું બાકાત થઈ ગઈ

1 min
180

ગઝલમાં ભીતરનો ભાર હું કાઢું છું,

પોતાના લોકોથી હૈયે પડેલો માર હું કાઢું છું,


ભીતર ભંડારેલી છે મારે અઢળક વેદનાઓ,

દર્દ અને પીડાઓની વાતો અપરંપાર હું કાઢું છું,


શ્વાસોનાં તાર સાથે જોડાયેલું છે તારું નામ,

બસ મારા શબ્દોમાં આધાર એ હું કાઢું છું,


તારી સંગત જાણે મારી કિંમતી સોગાત થઈ ગઈ,

હૈયાની વાતો દસ બાર હું કાઢું છું,


લખી શકું હું દુનિયાની સર્વ શ્રેષ્ઠ ગઝલ,

એ માટે મારી પેનમાં ધાર હું કાઢું છું,


તારી સામે હું એકરાર કરી શકતી નથી,

એટલે જ શબ્દોમાં હૈયાની વાત પારાવાર હું કાઢું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy