STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Fantasy Inspirational Others

3  

Shraddhaben Kantilal Parmar

Fantasy Inspirational Others

વર્ષોથી બંધ ઓરડો

વર્ષોથી બંધ ઓરડો

1 min
199

બંધ આંખે વર્ષોથી બંધ ઓરડો જોઉં છું

ઘણા વર્ષોથી બંધ ઓરડાના દ્વારને નિહાળું છું,


કાચી માટીના બનાવેલા ઘરમાં

એટલા સપનાં કેટલા સુંદર દિવસો વિતાવ્યા હશે,


એ ઘરમાં બાળકોની કિલકારીઓ ગુંજી હશે ને

બા ની વાર્તાઓની રમઝટ જામી હશે ને....

લીમડાના ઝાડ નીચે ખાટલો ઢાળીને

રોજ નવા નવા બાળપણના કિસ્સા સાંભળ્યા હશે,


ઘરના આંગણે બાળકોએ રમતો રમી હશે

દિવાળીએ દીપ પ્રગટાવી

ઘરના આંગણે રંગોળી પૂરાઈ હશે ને... 

ઘરની લક્ષ્મી દ્વારા પૂજન થયું હશે

સંસ્મરણો વાગોળતા જૂના દિવસો યાદ આવે છે....

વર્ષો વિદેશમાં આવ્યા પછી પોતાની જન્મભૂમિ વિસરાઈ ગઈ છે,


આજે યાદ આવે છે એ ભીની માટીની સુગંધ

સંસ્મરણોમાં કેદ થયેલી યાદો વાગોળી રહ્યું છે

પોતાના વતનમાં રહેલા બાળપણ ભેરુઓ 

બાળપણમાં રખડેલા સીમાડાઓ,

ઝાડ ઉપર ચડી કરેલી મસ્તી,

વર્ષોથી બંધ ઓરડાના દ્વાર ખોલવાનું મન થાય છે..


પૈસા કમાવવામાં ને કમાવવામાં જિંદગી વિસરાઈ ગઈ,

પાછા વતનમાં ફરવું છે ફરી જિંદગી જીવી લેવી છે...

વર્ષો બાદ ઘરના બંધ ઓરડા ખોલવા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy