આજનો માનવી
આજનો માનવી
આજનો માનવી બન્યો રોબોટ,
નોટ પાછળ લગાવે આંધળી દોટ,
સમજણ એને ત્યારે આવશે,
જ્યારે હૈયે લાગશે એને ચોટ,
માનવીએ બનાવ્યો રોબોટ,
સંબંધોમાં આવી ગઈ ખોટ,
પૈસો બન્યો એના માટે સર્વસ્વ,
પ્રેમ લાગણીમાં આવી ઓટ.
