મારી કવિતા
મારી કવિતા
આપણી વચ્ચે સુંદર સગપણ છે,
જાણે જન્મોજન્મનું વળગણ છે,
વિચાર કરું જયારે તારા વિશે તો,
ખીલે વિચાર જેમ ખીલે ફાગણ છે,
પેન વડે લખું તને કાગળ મહીં ત્યારે,
લાગે જાણે કાગળમાં મારું દર્પણ છે,
કવિતા તારો જ્યારે શૃંગાર કરું ત્યારે,
મારી આંખોમાંથી વરસે શ્રાવણ છે,
"સરવાણી" કવિતા સાથે તારી પ્રીત ઈશ જેવી છે,
જેટલું ક્રિષ્નાને વહાલું માખણ છે.
