વહેંચી દઉં
વહેંચી દઉં
1 min
178
કોરાં કાગળને ગઝલનાં શબ્દોથી મઢી દઉં,
તારી એક દાદ માટે મારું હુનર વહેંચી દઉં.
નિલામીમાં બાળપણનાં થોડા ભાવ મળે તો,
થોડીક ક્ષણો ખરીદવાં બચેલી ઉંમર વહેંચી દઉં.
તું મારી નજરમા જરાં ઉપર તો ઊઠી જો,
ખુદ અંધારામાં રહી ને તને નજર વહેંચી દઉં.
લગરીક ઈમાન તો લાવી બતાવ તું ઈશ પર,
કોતરી ને ભગવાનની મૂરત પથ્થર વહેંચી દઉં.
દુનિયાદારી થોડી દાખવે જો લોકો 'સિકંદર',
કલમ ખરીદી ને હંમેશાં માટે ખંજર વહેંચી દઉં.
